
Support Pregnant Vanita After Dixit's Tragic Loss
Donation protected
A heart-wrenching incident happened to a family in our society. There are no words in the dictionary to express their pain. Vanita, who grew up in the soil of Bariyyaf village, Gujarat, India, took on the mantle of a virtuous character and became the daughter-in-law of Kamleshbhai in the village of Nadasa, Gujarat, India, her father-in-law. Since her husband Dixit is very kind and calm in nature, the daughter feels a sense of peace with great joy. Since Dixit is hardworking and sociable in nature, it did not take long for him to win the heart of the owner while working in a motel. The chariot of life was running well with its two strong and neat wheels. Deep love between the two! Vanita became pregnant. Since they could not afford to stay in a private hospital in America, Dixit and Vanita thought of going to another good place where there was a government hospital. After getting a job, they kept going to another motel far away. They also settled well there. But who knows the wrath of nature? On 12/08/2025, a terrible tragedy suddenly occurred. Dixit, distracted from work, goes to the motel's swimming pool to relieve his fatigue. As he moves forward in the swimming pool, the depth increases. Since Dixit does not know how to swim, he drowns in eight feet of water. Despite trying hard on his own, he cannot get out and finally stops breathing and dies.
I request the people living in America and earning well that you will help such a family that currently pregnant Vanita is struggling alone.
હ્રદય કંપાવી દે તેવી ઘટના આપણા સમાજના એક પરિવાર સાથે ઘટી ગઈ.
તેમની વેદનાને વાચા આપવા માટે શબ્દ કોષમાં શબ્દ નથી. બરીયફ ગામની માટીમાં મોટી થયેલી વનિતા નખશિખ ચારિત્ર્યની ઓઢણી ઓઢી, તેના સાસરે નદાસા ગામમાં કમલેશભાઈના ખોરડે તેમની પુત્રવધુ બની પોતાનાં કંકુ વરણાં પાવન પગલાં પાડે છે. તેમના પતિ દિક્ષિત ખૂબજ માયાળું અને શાંત સ્વભાવના હોવાથી દીકરી ખૂબજ આનંદ ની સાથે શાંતિની લાગણી અનુભવે છે. દિક્ષિત મહેનતું અને મિલનસાર સ્વભાવનો હોવાથી તેને મોટેલમાં કામ કરતાં કરતાં માલિકનું દિલ જીતી લેતાં વાર ના લાગી. સંસાર રથ તેના બન્ને મજબૂત અને સુઘડ પૈડાં સાથે સારી રીતે ચાલી રહ્યો હતો. બન્ને વચ્ચે ગાઢ પ્રેમ! વનિતા ગર્ભવતી થઈ. અમેરિકામાં રહીને પ્રાઈવેટ દવાખાનામાં પોષાય તેમના હોવાથી, દિક્ષિત અને વનિતાએ બીજી સારી જગ્યાએ જ્યાં સરકારી હોસ્પિટલ હોય ત્યાં જવાનું વિચાર્યું. નોકરી મળતાં તેઓ દૂર બીજી એક મોટલમાં જતાં રહ્યાં. ત્યાં પણ તેઓ સારી રીતે ગોઠવાઈ
ગયાં. પણ કુદરતના કોપની કોને ખબર હોય છે? તારીખ ૧૨/૦૮/૨૦૨૫ ના રોજ એકાએક એક ભયાનક ગોઝારી દુર્ઘટના બને છે. દિક્ષિત કામથી પરવારીને પોતાનો થાક દૂર કરવા મોટલના સ્વીમીંગ પુલમાં નાહવા માટે જાય છે. સ્વીમીંગ પુલમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ઊંડાઈ વધતી જાય છે. દિક્ષિત ને તરતાં નહીં આવડતું હોવાથી તે આઠ ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જાય છે. પોતાની જાતે ખૂબ જ મથામણ કરવા છતાં બહાર નીકળી ના શકતાં અંતે તેના શ્વાસ થંભી જાય છે. અને મૃત્યુ પામે છે.
અમેરિકામાં રહેતા અને સારું કમાતાસમાજના લોકોને મારી વિનંતી છે કે આપ એક આવા પરિવારને મદદ કરશો કે અત્યારે હાલ સગર્ભા વનિતા એકલી અટુલી ઝઝુમી રહી છે.
Organizer and beneficiary
Nilay Patel
Organizer
Hoffman Estates, IL
Vanitaben Patel
Beneficiary